
રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વર્તાશે. ઠંડી અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે આગામી 48 કલાકમાં રાજ્યના ઠંડીનો ચમકારો વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારો કડકડતી ઠંડી પડશે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોરદાર ઠંડી પડશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલમાં કડકડતી ઠંડીની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોરદાર ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટવાની શક્યતા છે. 21 થી 23 નવેમ્બરમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે.