Satya Tv News

ગૌતમ અદાણી પર ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો આરોપ છે. અદાણી પર આરોપ છે કે તેમણે બે દાયકામાં $2 બિલિયનના સોલર કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $250 મિલિયનથી વધુ લાંચ આપી હતી.જો Gautam Adani દોષી સાબિત થાય છે, તો તેમને લાંચઆપવા બદલ પાંચ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સિવાય છેતરપિંડી અને ષડયંત્રના આરોપમાં 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ સિવાય તેમને ભારે દંડ પણ થઈ શકે છે. કોઈપણ સજા નક્કી કરવી આખરે કેસ સંભાળતા જજ પર નિર્ભર રહેશે. અદાણીની કાનૂની ટીમ કોઈપણ દોષારોપણ સામે અપીલ કરી શકે છે, જે કાનૂની લડાઈને લંબાવી શકે છે.

error: