Satya Tv News

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 27 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે. ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ થશે. જોકે આગામી દિવસોમાં 10 સુધીનું નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે. જ્યારે ગરમીમાં 30 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ ઠંડીનો અનુભવ થશે. હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. હિમાલયમાંથી ગ્લેશિયર પીગળે તો પસાર થતી નદીઓ પૂર જેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં. હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જરૂરી છે નહીંતર હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે ખતરો બની શકે છે.

વધુ એક ચક્રવાતી વાવાઝોડું દેશમાં ત્રાટકવાનું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે. આ સમય દરમિયાન, 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જે આસપાસના વિસ્તારોમાં વિનાશ સર્જી શકે છે. આ ચક્રવાતનું નામ ફેંગલ હશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુશળધાર વરસાદને લઈને નારંગી અને રેડ એલર્ટ જારી કર્યું છે. હિંદ મહાસાગર અને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે, જે 23 નવેમ્બરની આસપાસ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બનાવે તેવી શક્યતા છે. આ પછી, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં તીવ્ર બને, જેની અસર તમિલનાડુ અને શ્રીલંકામાં જોવા મળશે.

error: