Satya Tv News

20 નવેમ્બરે મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર 95%થી વધુ મતદાન થયું. સત્તારૂઢ મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠક, એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠક અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠક પર ચૂંટણી લડી. MVAમાં સામેલ કોંગ્રેસે 101 બેઠક, શિવસેના (UBT) 95 અને NCP (શરદચંદ્ર પવાર) 86 બેઠકો પર ચૂંટણી લડી.ઝારખંડની 81 વિધાનસભા બેઠકો પર 2 તબક્કામાં મતદાન થયું. 13 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર 66.65% મતદાન થયું અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે 38 બેઠકો પર 68.45% મતદાન થયું. રાજ્યમાં NDA (BJP-AJSU) અને INDIA બ્લોક (JMM-કોંગ્રેસ) વચ્ચે ટક્કર છે.

મહારાષ્ટ્રમાં મહાયુતિની ભવ્ય જીત પર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે અમને મહારાષ્ટ્રમાં બહુમતી મળી છે. અમને અમારા કામોનું ફળ મળ્યું છે. લોકોએ અમારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હું દરેકનો આભારી છું. અમે આરોપ લગાવ્નારોને કામણથી જવાબ આપ્યો છે. આ લોકોએ અઢી વર્ષથી માત્ર આરોપ લગાવ્યા છે. પણ જનતાને આરોપ અંતહી, કામ પસંદ આવે છે. અમારી મતદાનની ટકાવારી પણ વધી છે અને લોકોને અમારી લાડકી બહેન યોજના પસંદ આવી છે. કેન્દ્રના સહયોગથી અમે રાજ્યમાં ઘણી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી હતી, જે જનતાને પસંદ આવી.

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ હશે? આ સવાલનો જવાબ આપતા શિંદેએ કહ્યું કે હજુ અંતિમ આંકડા આવવા દો. જેમાં ત્રણેય પક્ષો સાથે મળીને ચૂંટણી લડ્યા છે, એવી જ રીતે ત્રણેય પક્ષોના વડાઓ અને અમારા વરિષ્ઠ નેતાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને નડ્ડાજી બધા બેસીને મીટીંગ કરશે તે બેઠકમાં સાથે મળીને નિર્ણય લેવામાં આવશે.

error: