મૂળ ઓડિશાના વતની 85 વર્ષના બંગાલી વૃંદાવન બીસ્વાલ તેના પુત્ર ગાંધી બિસ્વાલ અને પુત્રવધુ સાથે રહેતી હતી. પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો. પુત્રવધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ કરતી હતી. માતા બંગાલી ઘરમાં હતી ત્યારે પુત્ર ગાંધી આવ્યો હતો. માતાએ જમવાનું માંગ્યું હતું. જે આપવામાં પુત્રએ આનાકાની કરી હતી.અને અકળાઈને માતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો. આ હુમલામાં ગંભીર ઇજા પહોંચતા માતા સ્થળ પર જ ફસડાઈ પડી હતી અને મોતને ભેટી હતી. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પુત્ર ગાંધીની ધરપકડ કરી હતી. પુત્ર સાથે રહેતી માતાના ભરણપોષણનો ભાર લાગતો હોવાને લીધે ગાંધી માતા પર છાશવારે અકળાઈ જતો હતો અને આ વખતે આવેશમાં આવી માતાની હત્યા કરી બેઠો હતો.