દાહોદ જિલ્લાના સંજેલી ગામમાં રહેતા પ્રીતિબેન જીતેન્દ્રભાઈ કોઠારીની દીકરીના 26 નવેમ્બરના રોજ રાત્રે સેવાસી ખાતે આવેલા આરાના પાર્ટી પ્લોટમાં લગ્ન હતા. લગ્નમાં દીકરીને મહેમાનો તરફથી સોનાના દાગીનાની ભેટ તેમજ રોકડ ભેટ મળી હતી. પરિવારજનો દ્વારા દીકરીને લગ્નમાં મળેલા સોનાના પાટલા, સોનાની ચેન, સોનાની વીંટી, સોનાના સેટ, બ્રેસલેટ જેવા વિવિધ પ્રકારના 15 તોલા વજનના દાગીના તથા રોકડ રૂપિયા 50,000 એક બેગમાં મૂકી લગ્ન પ્રસંગનો આનંદ લઇ રહ્યા હતા. સાંજના સમયે ચાલી રહેલા લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ ગઠિયાઓ દીકરીને ભેટમાં મળેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ ભરેલી બેગ લઈને રફૂચક્કર થઈ ગયા હતા. આ અંગેની જાણ દીકરીની માતા પ્રીતિબેન કોઠારીને થતા તેઓએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.