ખૂંટી જિલ્લાનો 25 વર્ષીય નરેશ ભેંગરા છેલ્લા કેટલાક સમયથી તમિલનાડુમાં તેના જ શહેરની 24 વર્ષની યુવતી સાથે ‘લિવ-ઈન રિલેશનશિપ’માં રહેતો હતો. જોકે, થોડા સમય પહેલા તે ઘરે આવીને મહિલાને જાણ કર્યા વગર અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યારપછી તે પત્નીને લીધા વિના જ તમિલનાડુ પાછો ગયો. થોડા સમય બાદ યુવક અને યુવતી(લિવ-ઇન-પાર્ટનર) ખુંટી પરત ફર્યા, પરંતુ આરોપી નરેશ યુવતીને(લિવ-ઇન-પાર્ટનર) તેના ઘરે લઈ જવા માંગતો ન હતો. આ દરમિયાન 8 નવેમ્બરના રોજ તેણે લિવ-ઇન-પાર્ટનર મહિલાની જઘન્ય હત્યા કરી નાખી.
યુવતીને ખબર નહોતી કે આરોપી નરેશના લગ્ન થઈ ગયા છે. નરેશ અને યુવતી પહેલા રાંચી પહોંચ્યા અને પછી નરેશના ગામ જવા રવાના થયા. પોલીસે કહ્યું- પ્લાન હેઠળ નરેશ યુવતીને એક ઓટોરિક્ષામાં તેના ઘરની નજીક ખૂંટી લઈ ગયો અને તેને રાહ જોવા કહ્યું. તે તીક્ષ્ણ હથિયાર સાથે પાછો આવ્યો અને તેના પર દુષ્કર્મ કર્યા બાદ દુપટ્ટા વડે જ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. પછી તેણે મૃતદેહના 40 થી 50 ટુકડા કર્યા અને ભાગી ગયો. આરોપી તમિલનાડુ રાજ્યમાં કસાઈની દુકાનમાં કામ કરતો હતો અને ચીકન કાપવામાં નિષ્ણાત હતો. પકડાયા બાદ આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. યુવતીના શરીરના 40 થી 50 ટુકડા કર્યા બાદ તેને જંગલી પ્રાણીઓના ખાવા માટે જંગલમાં ફેંકી આવ્યો હતો. પોલીસને જંગલમાંથી એક બેગ પણ મળી આવી છે જેમાં યુવતીનું આધાર કાર્ડ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.