મહારાષ્ટ્રના નાસીક ખાતે રહેતી સુનિતા અશોક પાલદે તેમના સાથી મિત્રો ડો. સીમા પાટીલ, વેન્કટેશ ખેરનાથ સાથે કચ્છ એક્સ્પ્રેસ ટ્રેનમાં ભુજથી વાપી આવવા માટે નિકળ્યાં હતાં. તેમના મિત્ર ડો. સીમા પાટીલ અમદાવાદ રેલવે સ્ટેશને ઉતર્યાં હતા. ત્યારે સુનિતાએ તેમનું સોનાના દાગીના તેમજ સ્માર્ટ વોચ સહીતનો 2.16 લાખનો સામાન ભરેલું પર્સ પોતાના પગ પાસે મુકીને સુઇ ગયાં હતાં ભરૂચ સ્ટેશન આવ્યાં બાદ તેમણે જાગીને જોતાં તેમનું પાકિટ તેમના પગ પાસે જણાયું ન હતું. તેમણે આસપાસમાં પુછતાં કોઇને જાણ ન હોવાનું જણાવ્યું હતું. જેના પગલે તેમણે કોચ કન્ડક્ટરને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ વડોદરાથી ચઢ્યાં ત્યારે સીટ નંબર 19 પર એક બ્લુ કલરનું લેડિઝ પર્સ મળ્યું હતું. જેમાનો સામાન વેરવિખેર હોઇ તે પર્સમાં ભરી તેમણે ભરૂચ આરપીએફને આપ્યું છે.