Satya Tv News

વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં સુરત તરફથી અમદાવાદ તરફ જતા એક ટ્રકે પાછળની ટ્રકમાં ધડાકાભેર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળના ટ્રક ચાલક કેબિનમાં ફસાયો હોવાનો કોલ ફાયર વિભાગને મળતા જ તાત્કાલિક ઘટનાના સ્થળે ટીમ પહોંચી એક કલાકની ભારે જહેમત બાદ ટ્રક ચાલકને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે.આ અકસ્માતને લઇ સુરત તરફથી અમદાવાદ તરફ જતા વાઘોડિયા બ્રિજ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. રેસ્ક્યુ દરમિયાન ટ્રાફિક અડચણરૂપ ન થાય તે માટે વાઘોડિયા બ્રિજ નીચેથી સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપી ટ્રાફિકને હળવું કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં સદ નસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ અવાર નવાર આ રીતે નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાઈ રહ્યા છે, ત્યારે અકસ્માત ઝોન જાહેર કરી તેના પર યોગ્ય કાર્યવાહી થાય તે લોકોની માંગ છે.

error: