વડોદરા નજીક ગુજરાત રિફાઇનરીમાં 18 દિવસ પૂર્વે થયેલા કેમિકલ બ્લાસ્ટ બાદ આગની દુર્ઘટનાની ગૂંજ હજૂ રહીશો વિસર્યા નથી ત્યાં નવા બનતા પ્લાન્ટમાં ગુરુવારે સવારે 200 ફૂટ ઉંચેથી લોખંડની મસમોટી અને ભારે ગડરો ધડાકાભેર તૂટી પડતાં બાજુના ગિરિરાજ ફ્લેટ્સ ધ્રુજી ઉઠયા હતા. રહીશો ભૂકંપ આવ્યો હોય તેવી ધ્રુજારી થતાં ફ્લેટની નીચે દોડી આવ્યા હતાં. અત્રે નોંધનિય છે કે, એક તરફ તંત્રે છાણી નજીક હેવી વોટરપ્લાન્ટમાં ભૂકંપ વેળા કેમિકલ ઢોળાય તો કેવીરીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવું તેની મોકડ્રીલ કરી હતી ત્યારે જ રિફાઇનરીમાં ડિઝાસ્ટર થયું હતું.પ્લાન્ટના કન્ટ્રકશનમાં ક્રેનમાંથી લોખંડના ગડર પડ્યા હતા. રિફાઇનરી પ્લાન્ટ બહાર કામ ચાલુ હતું.