આગામી ત્રીજી ડિસેમ્બરે પ્રિ-સ્કૂલો બંધ રાખવાનું એલાન કરાયું છે. જેને કારણે સુરતની 1200 પ્રિ-સ્કૂલો બંધ રહેતા જ 1.30 લાખ વિદ્યાર્થીઓ ઘરે રહેશે.ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોશિયેશને ગુજરાત સરકાર સાથે પ્રાથમિક શિક્ષણ નિયામક, શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી, મહિલા અને બાળ વિકાસ મંત્રી તથા જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી અને એસએમસી કમિશનરને રજિસ્ટ્રેશનના નિયમમાં રહેલી વિસંગતતા દૂર કરવા માટે વારંવાર લેખિત રજૂઆત કરી હતી. જોકે હજી સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં એસોશિયેશન સરકાર સાથે લડી લેવાના મૂડમાં આવ્યું છે. રેસિડેન્સિયલ, કોમર્શિયલ, એજ્યુકેશનલ બી.યુ. પરમિશન માન્ય રાખવામાં આવે અને બી.યુ. પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ પણ માન્ય રખાય.15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે સાદો 11 મહિનાનો નોટરાઈઝડ ભાડા કરારની મંજૂરી આપવામાં આવે