Satya Tv News

વર્ષનો છેલ્લો મહિનો પોતાની સાથે અનેક ફેરફારો લાવી રહ્યો છે. 1 ડિસેમ્બર, 2024 થી ફાઇનાન્સ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેનો સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. EPFO કર્મચારીઓ માટે UAN એક્ટિવેટ કરવાનો આજે છેલ્લો દિવસ છે. EPFOની સુવિધાઓ મેળવવા માટે આ કામ કરવું જરૂરી છે. જાણો 1 ડિસેમ્બરથી અન્ય કયા ફેરફારો થવા જઈ રહ્યા છે.

ગેસ સિલિન્ડરની કિંમત : ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં 1લી ડિસેમ્બરે કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. 1 નવેમ્બરના રોજ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. જો કે છેલ્લા ઘણા મહિનાઓથી ઘરોમાં ઉપયોગમાં લેવાતા 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે પ્લેનમાં વપરાતા ATFની કિંમતમાં પણ ફેરફાર થઈ શકે છે. આ વિમાન ભાડાને અસર કરી શકે છે.

SBI ક્રેડિટ કાર્ડ : દેશની સૌથી મોટી બેંક SBIના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો પણ 1 ડિસેમ્બરથી બદલાવા જઈ રહ્યા છે. જો તમે તમારા ઘરના ખર્ચ સિવાય ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ/વેપારી સાથે સંબંધિત વ્યવહારો માટે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો 1 ડિસેમ્બરથી, તમને તેના પર રિવોર્ડ પોઈન્ટ મળવાનું બંધ થઈ જશે. આ માહિતી SBI કાર્ડની વેબસાઈટમાં આપવામાં આવી છે.

બેંકો 17 દિવસ સુધી બંધ રહેશે : RBIએ ડિસેમ્બરની બેંક રજાઓની યાદી જાહેર કરી છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર ડિસેમ્બરમાં કુલ 17 દિવસની બેંક રજાઓ રહેશે. આ સમય દરમિયાન, જો આપણે RBIની બેંક રજાઓની સૂચિ પર નજર કરીએ તો, આ બેંક રજાઓ વિવિધ રાજ્યોમાં વિવિધ તહેવારો અને કાર્યક્રમોના આધારે નક્કી કરવામાં આવી છે. જેમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે. તમે રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર આ બેંક રજાઓની સૂચિ જોઈ શકો છો.

error: