ઝઘડિયા જીઆઇડીસી ની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા ઉત્પાદન બંધ કરવામાં આવ્યું કંપની લાંબા સમયથી આર્થિક સંકટ તથા બાહ્ય બજારી કારણો અને વૈશ્વિક ટેક્સ્ટાઇલ ને લગતી સમસ્યાઓના કારણે નુકસાનમાં ચાલી રહી હતી. ઝઘડિયા GIDC સ્થિત બિરલા સેન્ચ્યુરી કંપનીએ આર્થિક સંકટ અને વૈશ્વિક ટેક્સટાઇલ માર્કેટની નકારાત્મક પરિસ્થિતિને કારણે 2 ડિસેમ્બર 2024થી કામકાજ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.ફેક્ટરી મેનેજર દીપક ભટ્ટે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી કંપની વેચાણમાં ઘટાડો, ઉત્પાદન ખર્ચમાં વધારો, અને વૈશ્વિક બજારની નબળી સ્થિતિનો સામનો કરી રહી હતી. કંપની દ્વારા 26 મે 2023થી સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અમલમાં મૂકી, જેમાં 1,400થી વધુ કામદારો ફાયદા સાથે નિવૃત્ત થયા. હાલ કંપનીમાં બાકી રહેલા 78 કામદારોને કાયદેસર હક્ક આપી સેવા સમાપ્ત કરાઈ છે.કંપનીએ શ્રમ અને રોજગાર વિભાગને આ અંગેની જાણકારી આપી છે અને તમામ કાનૂની જોગવાઈઓનું પાલન કર્યું છે.