સિગારેટ અને તમાકુ 148 જેટલી વસ્તુઓ પર GST વધવા જઈ રહ્યું છે. જેમાંથી એક છે કપડા. આજે દરેક વ્યક્તિ મોંઘા અને બ્રાન્ડના કપડા પહેરવાનું પસંદ કરે છે. ત્યારે તે લોકોના ખિસ્સા પર ભાર પડી શકે છે, વાસ્તવમાં તેના પર લાગુ GSTના દરમાં વધારો થઈ શકે છે. આ અંગેનો અંતિમ નિર્ણય આ મહિને 21મી ડિસેમ્બરે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે.35 ટકાનો આ GST દર હાલના 5%, 12%, 18% અને 28%ના ચાર સ્લેબ છે. જેમાં જીઓએમએ તૈયાર અને મોંઘા વસ્ત્રો પરના ટેક્સના દરો વધી શકે છે . ત્યારે ચાલો સમજીએ કેટલા મોંઘા થઈ શકે છે કપડા.
રૂ. 1,500 સુધીની કિંમતના તૈયાર વસ્ત્રો પર 5 ટકા GSTની ભલામણ કરી છે, જ્યારે રૂ. 1,500 થી રૂ. 10,000 સુધીની કિંમતના વસ્ત્રો પર 18 ટકા GST અને તેનાથી વધુ કિંમતના વસ્ત્રો પર 28 ટકા GSTની ભલામણ કરવામાં આવી છે. એટલે કે જો તમે 10,000થી મોંઘા કપડા ખરીદી રહ્યા છો તો તમારે 28 % ટકા GST આપવો પડશે.જે લક્ઝરી ચીજવસ્તુઓ પરના ટેક્સની બરાબર છે. હાલમાં, ₹1000 સુધીના કપડાં પર 5% અને તેનાથી ઉપરના કપડાં પર 12%ના દરે GST વસૂલવામાં આવે છે. ત્યારે હવે આ કંપનીઓના શેરમાં પણ હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે.