Satya Tv News

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ ઇવા મોલ સ્થિત પીવીઆરમાં પુષ્પા- 2 ફિલ્મ રિલીઝ થઈ હતી. આ થિયેટરમાં વડોદરાના ફિલ્મ રસિકો વહેલી સવારનો 6 વાગ્યાનો શો જોવા માટે ઊંચા ભાવની ટિકિટ લઈને ફિલ્મ રસિકો પહોંચ્યા હતા. સવારે 6 વાગ્યાનો શો બે કલાક મોડો શરૂ થતાં પ્રેક્ષકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને થિયેટરની હાય.. હાય.. બોલાવી હતી.રોષે ભરાયેલા પ્રેક્ષકો થિયેટરમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા થિયેટરના સંચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પ્રેક્ષકોની રજૂઆત સાંભળી હતી. પ્રેક્ષકોની રજૂઆત સાંભળ્યા બાદ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પ્રેક્ષકોએ બે કલાક મોડા શરૂ થયેલા શોના કારણે રિફંડની માંગણી કરી હતી.

error: