Skip to main content

Satya Tv News

અલ્લુ અર્જુન સ્ટારર મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પુષ્પા 2 સિનેમાઘરોમાં રીલીઝ થઈ ગઈ છે. પુષ્પા-ધ રૂલને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. બમ્પર એડવાન્સ બુકિંગને લઈને આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ત્યારે ચાલો જાણીએ કે ફિલ્મ પુષ્પા 2 કેવી છે. શું ખરેખર આ વખતે પુષ્પારાજ ફાયર છે? કે વાઈલ્ડ ફાયર છે.? ફિલ્મની શરૂઆત પુષ્પારાજની જોરદાર એન્ટ્રીથી થાય છે. અલ્લુ અર્જુને આખી ફિલ્મમાં માસ-મસાલા અને એક્શન સાથે પોતાનો જાદુ ફેલાવ્યો છે. ભંવર સિંહ શેખાવત ઉપરાંત, જોલી રેડ્ડી (ધનંજય) પણ પુષ્પા સાથે પોતાનો જૂનો સ્કોર સેટલ કરવાનું કાવતરું ઘડે છે.આ વખતે લાલ ચંદનનું બ્લેક માર્કેટિંગ રાષ્ટ્રીય સ્તરે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળે છે, જે વાર્તામાં યુએસપી તરીકે કામ કરે છે. એકંદરે, પુષ્પા 2, જે 3 કલાકથી વધુ લાંબી છે, એક સંપૂર્ણ મનોરંજક મૂવી છે, જે પૈસા વસૂલ કરી દેશે. પુષ્પા 2 દ્વારા, સુકુમારે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમણે દક્ષિણ સિનેમાના પીઢ ફિલ્મ નિર્માતા શા માટે કહેવાય છે.

સિક્વલના આધારે, તેઓ પુષ્પા 2 ના કન્ટેન્ટને સારી રીતે સમજ્યા છે, જેના કારણે લાંબી ફિલ્મ હોવા છતાં પણ કંટાળો નહીં. આ સિવાય સિનેમેટોગ્રાફી અને VFX પણ ખૂબ પ્રભાવિત કરશે. બીજી તરફ, પુષ્પા 1 અને 2 માં પણ ડીએસપીનું વિસ્ફોટક સંગીત અને ગીતો મૂડ મસ્ત કરી દેશે. એટલું જ નહીં, આ વખતે પણ પુષ્પાના દમદાર ડાયલોગ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થવાના છે.અલ્લુ અર્જુને પુષ્પા 2માં ફરી એકવાર શાનદાર છાપ છોડી છે. આ સિવાય રશ્મિકા મંદાનાએ પણ શ્રીવલ્લીના રોલમાં પોતાની અદભૂત પ્રતિભા દર્શાવી છે. બીજી તરફ, ફહાદ ફાસિલ, ધનંજય અને જગપતિ બાપુએ વિલનની ભૂમિકામાં તેમના અભિનયના સો ટકા આપી દીધા છે.

error: