Satya Tv News

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ પર આવેલ મીરાનગરમાં પ્લોટ નંબર-72માં ત્રીજા માળે આવેલ રૂમમાં અબ્દુલ વસીમ અબ્દુલ હકીમખાન માણસો બહારથી બોલાવી ભેગા કરી આર્થીક ફાયદા માટે રૂપિયાથી પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડે છે. જેના આધારે દરોડા પાડતા જુગાર રમતા 10 જુગારી ઝડપાયા હતા.પોલીસે તેઓ પાસેથી રોકડ તેમજ મોબાઈલ મળી રૂ.1.63 લાખનો મુદ્દામાલકબ્જે કર્યો હતો.

error: