Skip to main content

Satya Tv News

અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન અંકલેશ્વર હેડ કોન્સ્ટેબલ જગદિશસિંહ રણજિતસિંહ તથા અંકલેશ્વર પોલિસ કોન્સ્ટેબલ નિલેશસિંહ ભાણાભાઇએ ભડકોદરા બીટ વિસ્તારમાં આવેલ એક હોટેલ પર એક અગ્યારેક વર્ષની બાળકીને સુનમુન અવસ્થામાં બેસેલી જોઇ તેની પાસે જઈ તેની પુછપરછ કરતા તે બાળકી તેના ઘરેથી નીકળી ગયેલાનું જણાઇ આવતા તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી પ્રેમપુર્વક સમજાવી તેના રહેઠાણ બાબતે પુછ્તા બાળકીએ પોતાના વતન વિશે જે કાઇ પણ અધુરી વિગત આપેલ હતી તેના આધારે બાળકી ખેડા જિલ્લાની વતની હોવાનું જણાઇ આવેલ. જેથી તેના વતનમાં આવેલ વિવિધ સ્થળોની અધુરી વિગતોની કડી મેળવી ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા ખાતે રહેતી હોય તેના પરિવારજનોનો સંપર્ક શોધી અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે બોલાવી બાળકીને તેના પરિવારને સોંપી ગુમ થયેલ બાળકીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું

error: