Satya Tv News

ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં ફેઇથ કેલવરી સ્કૂલ નજીક પે પાર્કિંગ આવેલું હોવા છતાંય અમુક બેજવાબદાર વાહન ચાલકો પોતાની મોટર સાયકલો બુસા, મંગલદીપ તથા જાહેર માર્ગો પર પાર્ક કરી દેતાં હોય છે આ અંગે પંચાયત અને સ્થાનિક સોસાયટીના લોકોએ અનેક વખતે નો પાર્કીંગના બોર્ડ પણ લગાવ્યા હોવા છતાંય કોઈને કઈ ફર્ક જ ન પડતો હોય તે રીતે લોકો વાહનો પાર્ક કરી દેતાં હોય છે.આ બાબતે લોકોએ નંદેલાવ પંચાયત અને સ્થાનિક રહીશોએ ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી.

આ અંગે પીઆઈ વી.યુ.ગદરિયા અને પીએસઆઈ પાટીલ સહિતના પોલીસ સ્ટાફ બુધવારની વહેલી સવારે બિનવારસી પાર્કિંગ કરેલા વાહનો આઈસર ટેમ્પોમાં ભરીને શહેર એ ડીવીઝન ખાતે લઈ જવામાં આવ્યા હતા.જેમાં અંદાજીત 45 જેટલા પોલીસ કર્મીઓ અને ત્રણ અધિકારીની હાજરીમાં 30 જેટલા શ્રમિકો દ્વારા વાહનો ટેમ્પોમાં ભરીને પોલીસ મથકે લઈને જવાની કામગીરી શરૂ કરાઇ હતી.આ અંગે અમુક વાહન ચાલકને જાણ થતાં તેઓ પોલીસ મથકની દોડ લગાવી હતી. જોકે હાલમાં તો પોલીસ તેમની પાસેથી દંડની વસુલાત કરીને ચેતવણી આપીને વાહન છોડવામાં આવશે. પોલીસની કામગીરીને લઈને સ્થાનિકોઓએ રાહતનો શ્વાસ લીધો છે.

error: