Satya Tv News

રાજ્યમાં ચાલુ સિઝનમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 6.4 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત અન્ય મહત્ત્વનાં શહેરોની વાત કરીએ તો… વડોદરામાં 10.2 ડિગ્રી, ડીસામાં 10.3 ડિગ્રી, રાજકોટમાં 11.3 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.7 ડિગ્રી, અમદાવાદમાં 13.7 ડિગ્રી અને સુરતમાં 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરતાં જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ, પરંતુ હાલમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. હાલમાં ધીમી અસરોથી ઠંડી વધતાં હવે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે. જોકે આગામી 16થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં લોકેશનને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે હળવા વરસાદી ઝાપટાં પડશે. આ સાથે જૂનાગઢ સહિત અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે તથા લઘુતમ તાપમાન ઘટતાં ઠંડીનો ચમકારો અનુભવાશે.

error: