Satya Tv News

મુંબઈ પોલીસના ઝોન 1ના ડીસીપીએ જણાવ્યું કે, RBIની સત્તાવાર વેબસાઈટ પર રશિયન ભાષામાં ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં બેંકને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અજાણ્યા આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.ભારતીય રિઝર્વ બેંકને બોમ્બની ધમકી મળી છે. ગુરુવારે (12 ડિસેમ્બર 2024) બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર ધમકીભર્યો ઈ-મેલ આવ્યો. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો અને તેમાં રિઝર્વ બેંકને ઉડાડવાની વાત કરવામાં આવી હતી. આ મામલે માતા રમાબાઈ માર્ગ (MRA માર્ગ) પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

આ મેઈલ રશિયન ભાષામાં હોવાથી એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે. કોઈએ જાણીજોઈને હેરાન કરવાના ઈરાદાથી મેઈલ મોકલ્યો છે કે કેમ તે પણ તપાસવામાં આવી રહ્યું છે. કોઈએ VPN દ્વારા મેઇલ મોકલ્યો નથી, તેથી IP એડ્રેસ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પણ સામેલ છે અને નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે.

error: