Satya Tv News

ઝઘડિયા નજીકના એક ગામમાં રહેતો પરપ્રાંતિય શ્રમિક પરિવાર ઝઘડિયા GIDCમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. જેમની અંદાજિત 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતા માતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. બાદમાં બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આ બાળકી સાથે તે જ વિસ્તારમાં રહેતા વ્યક્તિએ અમાનુષી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે જેના પગલે તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ સારવાર હાથ ધરાઈ હતી. જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે.હાલમાં પોલીસે બાળકીની માતાનું નિવેદન નોંધીને હવસખોર આરોપીને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

error: