Satya Tv News

સિંગર બાદશાહ ગુરુગ્રામમાં પોતાના કોન્સર્ટમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન રોંગ સાઈડમાં ગાડી ચલાવવાને કારણે ટ્રાફિક પોલીસે તેમણે રોકી દંડ ફટકાર્યો હતો. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાને કારણે બાદશાહને 15 હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.બાદશાહ પહેલો એવો સેલિબ્રિટી નથી. જેને ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો હોય. હાલમાં કાર્તિક આર્યન મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો અને તે દરમિયાન લેમ્બોર્ગિની કાર નો પાર્કિંગ જોનમાં પાર્ક કરી હતી. જેના કારણે તેમને પર દંડ ફટકારવામાં આવ્યો હતો.આવી જ ભૂલ વર્ષ 2017માં વરુણ ધવન પણ ચાહકોની રિકવેસ્ટ પર સેલ્ફી લેવાના કારણે કારમાંથી નીચે ઝૂકીને ઊભો રહ્યો હતો. આ પછી મુંબઈ પોલીસે તેને કહ્યું કે તેનું ઈ-ચલણ કાપવામાં આવ્યું છે, જેના માટે તેણે તરત જ માફી માંગી હતી.ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે બાદશાહ સામે ટ્રાફિકના ઉલ્લંઘન સામે તેની ઝીરો-ટોલરેન્સ નીતિને પ્રતિબિંબિત કરીને ઉલ્લંઘન માટે 15,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

error: