ભારતીય વાયદા બજાર MCX પર સોનું 6 રૂપિયાના મામૂલી ઘટાડા સાથે 76865 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. જે કાલે 76,871 ના ભાવ પર બંધ થયું હતું. ચાંદી 223 રૂપિયાના કડાકા સાથે 90652 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર જોવા મળી. જેનો ક્લોઝિંગ ભાવ કાલે 90,875 રૂપિયા હતો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 208 રૂપિયા ઉછળીને 76,570 રૂપિયા પર પહોંચ્યું જે કાલે 76,362 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 425 રૂપિયા કૂદીને 88,950 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે પહોંચી ગઈ જે કાલે 88,525 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.