વડોદરાની સયાજી હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગમાં આ બાળકીની ફરી સર્જરી કરવામાં આવી હતી. જેમાં સર્જરી વિભાગ, પીડિયાટ્રિશન અને એનેસ્થેસિયા વિભાગની મદદ લેવામાં આવી હતી. આ સર્જરી કરતાં ડોક્ટરોને અઢી કલાકનો સમય લાગ્યો હતો. આ બાળકીને મોઢા અને પેટના ભાગે તેમજ ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ છે, ત્યારે પેટના ભાગે થયેલી ગંભીર ઇજાઓને પગલે ભરૂચની હોસ્પિટલમાં તાત્કાલિક સર્જરી તો કરવામાં આવી હતી, પરંતુ આ સર્જરી દરમિયાન એક ટાંકો ભૂલી જતાં વડોદરાના ડોક્ટરોને આ સર્જરી ફરી કરવાની જરૂર પડી હતી. મેડિકલ ભાષામાં આ સર્જરીને કહેવાય છે. હાલ બાળકીની આઇસીયુમાં સારવાર ચાલી રહી છે.
ઝારખંડના આ પરિવારમાં પતિ-પત્ની સાથે ચાર બાળકો છે. જેમાં બે પુત્રો અને બે પુત્રી છે. એક તરફ સયાજી હોસ્પિટલમાં વહાલસોયી દીકરીની હોસ્પિટલમાં સર્જરી ચાલી રહી હતી તો બીજી તરફ ઓપરેશન થિયેટર બહાર માતાનું હૈયાફાટ રુદન હોસ્પિટલ પરિસરમાં ગુંજી રહ્યું હતું. જે દૃશ્ય દિવ્ય ભાસ્કરના કેમેરામાં કેદ થયા હતા. જોકે, આ દરમિયાન અન્ય ત્રણ બાળકોની સારસંભાળ લેવા સમાજ કલ્યાણ વિભાગના વોલિએન્ટર પણ ત્યાં ઉપસ્થિત હતા અને બાળકોને સાચવી રહ્યા હતા. મહત્ત્વની બાબત એ છે કે, બાળકોને આશરો આપવા માટે સામાજિક સંસ્થાઓ આગળ આવી છે પરંતુ માતા-પિતાને રહેવા માટે યોગ્ય વ્યવસ્થા થઇ શકી નથી અને તે પણ એક પ્રશાસન માટે શરમજનક બાબત છે.