Satya Tv News

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક યાત્રિકો ભરેલી બસ પર ગત રાત્રે પથ્થરમારાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પાનસા ગામ નજીક અંબાજીથી મહેસાણા જતી લક્ઝરી બસ ઉપર પથ્થરમારો થયો.ભક્તો દર્શન કરીને પરત જતા બસ ઉપર પથ્થર મારાની ઘટના બની હતી. કેટલાક અસામાજિક તત્વોએ ગાડીના આગળના કાચ પણ તોડી નાખ્યા હતા.પોલીસ દ્વારા સમગ્ર બનાવના આરોપીઓને પકડવા ટીમ બનાવવામાં આવી છે.

error: