પીએમ શ્રી યોજના હેઠળ દેશભરની ૧૪૫૦૦ સ્કૂલોના અપગ્રેડેશનમાં નર્મદા જિલ્લાની આઠ સ્કુલોને મંજૂરી મળી
પીએમ શ્રી યોજના હેઠળ ગુજરાત રાજ્ય સહિત એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને અદ્યતન સુવિધાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરીને બાળકોના શૈક્ષણિક ઉત્કર્ષની દિશામાં સરકારે પરિણામલક્ષી પ્રયાસો આદર્યા છે.
પીએમ શ્રી યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં જવાહર નવોદય વિદ્યાલય અને કેન્દ્રિય વિદ્યાલય સહિત કેન્દ્ર-રાજ્ય, કેન્દ્રશાસિત અને જિલ્લા પંચાયતની શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને અદ્યતન ભૌતિક ઇન્ફાસ્ટ્રકચરનું નિર્માણ અંદાજિત ૧૪૫૦૦ શાળાઓમાં કરવામાં આવી રહ્યું છે. બાળકોને વિવિધ વિષયોનું પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવામાં આવશે. જેમાં વીઆર હેડસેટ, બહુભાષી પેન ટ્રાન્સલેટર, વિડિયો રેકોર્ડિંગ લેબ અને સ્પોર્ટ્સની રમતો માટે સારું કોમ્પ્લેક્સ પણ તૈયાર કરવામાં આવશે.
આ સાથે યોજના હેઠળ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. નોંધનીય છે કે, અહીં અભ્યાસ કરતા બાળકોને પર્યાવરણહિતેષી અભિગમ સાથે કેળવવામાં આવશે. જેમાં કિચન ગાર્ડન, સોલર પેનલ, જળ સંરક્ષણ, ઘન કચરા વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના વિવિધ સામાજિક જવાબદારીઓ તથા નૈતિક જવાબદારીઓ અંગે જાગૃતિ કેળવવાનો પણ ઉમદા આશય અને ધ્યેય સાથે નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં પીએમ શ્રી શાળાઓ કાર્યરત થઈ છે.
નર્મદા જિલ્લાનાં પીએમ શ્રી શાળાની વાત કરીએ તો દેડિયાપાડા તાલુકામાં એકલવ્ય ગર્લ્સ રેશિડેન્શિયલ લો- લિટરસી સ્કુલ (ટ્રાયબલ વેલફેર ડિપાર્ટમેન્ટ), ગરૂડેશ્વર તાલુકા ગોરા ખાતે એકલવ્ય મોડલ રેશિડેન્શિયલ સ્કુલ (ટ્રાયબલ વેલફેર ડિપાર્ટમેન્ટ), નાંદોદ તાલુકાના ભદામ ખાતે લાછરસ પ્રાથમિક શાળા (લોકલ બોડી), સાગબારા તાલુકા ખાતે મોડેલ સ્કુલ સેલંબા (સેન્ટ્રલ ગવર્મેન્ટ) અને તિલકવાડા તાલુકા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કુલ (ટ્રાયબલ વેલફેર ડિપાર્ટમેન્ટ) દ્વારા સંચાલન કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં પીએમ શ્રી યોજના હેઠળ દેડિયાપાડામાં મોડલ સ્કુલ, દેડિયાપાડા (ટ્રાયબલ વેલફેર ડિપાર્ટમેન્ટ ૬ થી ૧૨), સાગબારામાં ગોટપાડા પ્રાઈમરી સ્કુલ (લોકલ બોડી ૧ થી ૮) અને ગરૂડેશ્વરના આમદલા પ્રાઈમરી સ્કુલ (લોકલ બોડી ૧ થી ૮) આ શાળાઓને મંજુરી મળી છે.
શુ છે પીએમ શ્રી યોજના ?
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષક દિવસ નિમિત્તે ૫મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ પીએમ શ્રી યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. જેનો લાભ નર્મદા જિલ્લાના આદિવાસી સમુદાયના બાળકોને પણ મળી રહ્યો છે. જેને પીએમ સ્કૂલ ફોર રાઈઝિંગ ઇન્ડિયા અથવા પીએમ શ્રી સ્કૂલ તરીકે પણ ઓળખાય છે. આ યોજના હેઠળ રાસ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ લાગુ કરવામાં આવશે. આ શાળાઓમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મેળવશે.
પીએમ શ્રી યોજના હેઠળની શાળાઓમાં ભૌતિક ઈન્ફાસ્ટ્રકચરને મજબુત કરી વર્ગખંડો વધુ સારી રીતે બનાવી બાળકોને વિવિધ વિષયોનું પ્રેક્ટિકલ જ્ઞાન, વીઆર હેટસેટ, બહુભાષી પેન ટ્રાન્સલેટર, વિડિયો રેકોડિંગ લેન અને સ્પોર્ટ્સ માટે સારુ કોમ્પ્લેક્સ પણ તૈયાર કરવામાં આવશે. પીએમ શ્રી યોજના હેઠળ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા