Satya Tv News

સુરતમાં વધુ એક આપઘાત સુરતના પાંડેસરા વિસ્તારમાં શિવ નગરમાં રહેતી 18 વર્ષીય યુવતીએ આપધાત કરી લીધો છે. જેમાં મોબાઈલ ફોન ચલાવવા બાબતે પિતાએ ઠપકો આપ્યો હતો કે, મોબાઇલમાં શું કામ વ્યસ્ત રહે છે જમવામાં વધુ મીઠું નાખી દીધું. આ વાતને લઈ યુવતીને લાગી આવતા તેણે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ તરફ એકના એક સંતાને આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. ઘટનાને લઈ પાંડેસરા પોલીસે યુવતના મૃતદેહને PM અર્થે મોકલી કાર્યવાહી શરૂ કરી છે.

આજના સમયમાં માતા-પિતાને પોતાના બાળકોને મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરવાને લઈ ઠપકો આપવો પણ જાણે કે ચિંતાજનક બની ગયું છે. કારણ કે જ્યારે માતા-પિતા પોતાના સંતાનોને મોબાઈલ બાબતે કે કોઇપણ બાબતે ઠપકો આપે ત્યારે તેઓ કોઈ પણ પગલું ભરતા પહેલા વિચારતા નથી. જેમાં કેટલાક બાળકો માં-બાપના ઠપકાને કારણે જીવનની અંત લાવી દેતાં હોય છે.

error: