ગુજરાતના અમદાવાદમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. જે પછી HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે HMPV જૂનો વાયરસ છે અને હાલમાં તેનો ફેલાવો વધ્યો છે. તેનાથી ડરવાની જરૂર નથી. હાલ તેનું સંક્રમણ ચોક્કસપણે વધ્યું છે.આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યુ કે આ એચએમપીવી વાયરસ નવો નથી. આ જુનો જ વાયરસ છે,પરંતુ એ હમણાં ચીનમાં તેને ફેલાવો વધ્યો છે. આપણે તેનાથી ડરવાની જરૂર નથી. આ વાયરસમાં કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ માઇલ્ડ લક્ષણો છે. છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઇડલાઇન આવે એને આપણે ફોલો કરીશું. તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલની અંદર જે આરટીપીસીઆરની જે સગવડ હતી, ત્યાં જેનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઉભી કરીશું.
એચએમપીવી વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે એમ પણ જણાવ્યુ કે ઠંડીની ઋતુમાં તેની સક્રિયતા વધી જતી હોય છે. આ વાયરસથી ડરવાની કોઈ જરૂર નથી. અને આ વાયરસને સંબંધિત કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ હોવાનું પણ તેમણે જણાવ્યું.તેમણે જણાવ્યુ કે રાજ્યની હોસ્પિટલોમાં RTPCRની જેમ ટેસ્ટિંગની સુવિધા કરવામાં આવશે. લક્ષણો પ્રમાણેની સારવાર કરવાની રહેશે. ટેસ્ટ માટેની કીટ બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાં પહોંચશે. સાથે જ તેમણે જણાવ્યુ કે ગુજરાત કેન્દ્રની ગાઈડલાઈનને અનુસરશે.