એક તરફ સરકાર ડિજિટલ પેમેન્ટ માટે આગ્રહ કરે છે જ્યારે અહીં રામેશ્વર ગેસ એજન્સી ખાતે ડિજિટલ પેમેન્ટ ન સ્વીકારવા માટે નોટિસ ચોંટાડતા ગ્રાહકો મુંઝવણમાં મુકાયા;
રામેશ્વર CNG પમ્પ ખાતે UPI અને કાર્ડથી પેમેન્ટ સ્વીકારે તેવી કાર્યવાહી કરાશે ખરી ?
ડેડીયાપાડા નેત્રંગ નૅશનલ હાઇવે પર નિંગટ ગામની સીમમાં આવેલ રામેશ્વર ગેસ એજન્સી ના નામે ગુજરાત ગેસ કંપનીનો સીએનજી પમ્પ કાર્યરત છે,
પરંતુ અહીં ગ્રાહકો પાસેથી યુપીઆઈ અને કાર્ડથી પેમેન્ટ સ્વીકારવામાં ન આવતા ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ ડેડીયાપાડા નેત્રંગ નેશનલ હાઇવે ઉપર ડેડીયાપાડા થી 2 કિ.મિ. દૂર નિંગટ ગામની સીમમાં ગુજરાત ગેસ નો રામેશ્વર ગેસ એજન્સી નામે સીએનજી પમ્પ આવેલો છે. જ્યા હમેંશા ગાડીઓની લાઈનો વાહનોમાં ગેસ ભરાવા માટે જોવા મળે છે. પરંતુ અહીં ગેસ ભરવાની અવેજ મા માત્ર રોકડા રૂપિયા જ સ્વીકારવામાં આવતા હોય ગ્રાહકો મુશ્કેલીઓમાં મુકાય છે. ગેસ એજન્સીના માલિક દ્વારા એક નાની સાઈઝમાં અહીં એટીએમ, ફોન પે બંધ છે એમ લખી યુપીઆઈ કે કાર્ડ થી પેમેન્ટ સ્વીકારવામાં આવતું નથી તેમ લખી સ્ટીકર ચોંટાડી મુકવામાં આવ્યું છે. જેના કારણે અહીં અજાણ્યા ગ્રાહકો આવે છે ત્યારે મુશ્કેલીઓમાં મુકાતા હોવાનું વાહન માલિકો માંથી બુમ સાંભળવા મળી છે.
એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર ડિજિટલ પેમેન્ટ નું ચલન વધારવા માટે કરોડો રૂપિયા જાહેરાત પાછળ ખર્ચી રહી છે. અને ઠેર ઠેર નાના માં નાનો ધંધાર્થી પણ ક્યુઆર કોડ મૂકી ડિજિટલ પેમેન્ટ સ્વીકારે છે ત્યારે અહીં રોજિંદુ લાખો રૂપિયાનું ટર્નઓવર થાય છે ત્યાં ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં અખાડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે કહેવાય છે કે અહીં પહેલા ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં આવતું હતું. તો પછી હવે કેમ નથી સ્વીકારવામાં આવતું તેમ ગ્રાહકો દ્વારા પુછાય રહ્યું છે. ત્યારે અહીં કોઈ અજાણ્યા વાહન ચાલકો જો ગેસ ભરાવા માટે આવે અને રોકડા રૂપિયા ન હોય તો મુશ્કેલીઓમાં મુકાતા હોવાનું જાણવા મળ્યું છે.
હવે જમાનો ફોન પે, ગૂગલ પે અને એના જેવા અસંખ્ય યુપીઆઈ ડિજિટલ પ્લેટફોર્મ નો છે. કે જે યુપીઆઈ પેમેન્ટ સાથે ગ્રાહકોને કેસબેક ની પણ વિવિધ સ્કીમો આપે છે ત્યારે આ રામેશ્વર ગેસ પમ્પ ઉપર વહેલીતકે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાનું ચાલુ કરાવાય તેવી વાહન ચાલકો માંથી માંગ ઉઠવા પામી છે. કારણ કે રોકડમાં ગેસ ભરાવતા વાહન ચાલકો લેવડદેવડમાં મોટો સમય બગાડે છે. જેના કારણે અન્ય વાહનોને ખૂબ મોડું થાય છે. જેથી તાલુકા વહીવટીતંત્ર વહેલીતકે અહીં ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા માટે ગેસ એજન્સી ને તાકીદ કરે તે જરૂરી બન્યું છે.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા