Skip to main content

Satya Tv News

ઓસ્ટ્રેલિયાથી એક મોટા સમાચાર સામે આવ્યા. પ્રવાસી ટાપુ નજીક એક સી પ્લેન ક્રેશ થયું છે. જેમાં ત્રણ લોકોના મોતની પુષ્ટી થઇ છે. મૃતકોમાં પાઈલટ અને સ્વિત્ઝર્લેન્ડ અને ડેનમાર્કના બે પ્રવાસીઓ સામેલ છે. આ દુર્ઘટનામાં અન્ય ત્રણ ઘાયલ પણ થયા હતા. અધિકારીઓએ બુધવારે આ ઘટનાની જાણકારી આપી હતી. પર્થથી લગભગ 30 કિમી પશ્ચિમમાં લોકપ્રિય પર્યટન સ્થળ રોટનેસ્ટ આઇલેન્ડ નજીક મંગળવારે બપોરે જ્યારે તે ક્રેશ થયું ત્યારે આ વિમાનમાં કુલ છ પ્રવાસીઓ સવાર હતા. વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા રાજ્યના પ્રીમિયર રોજર કૂકે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, પીડિતોના પરિવાર અને મિત્રો સાથે મારી સહાનુભૂતિ છે.અધિકારીઓએ અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે. સ્વાન રિવર સીપ્લેનની માલિકીનું આ વિમાન પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની રાજધાની પર્થમાં તેના બેઝ પર પરત ફરી રહ્યું હતું.

error: