Satya Tv News

અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે. સવારના 8 વાગ્યે સીડી ચઢીને આવી રહી હતી, ત્યારે છાતીમાં દુખાવો થયો હતો. જેથી તે લોબીની ચેર પર બેસી ગઈ હતી. અને પછી થોડી ક્ષણમાં જ ઢળી પડી હતી.બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.વિદ્યાર્થિનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી જો કે હોસ્પિટલે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી. અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પીએમ કરવામાં આવી રહ્યું છે.પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે.વિદ્યાર્થિનીના પેરેન્ટ્સ હાલ મુંબઈ છે. બાળકી તેના દાદા-દાદી સાથે રહેતી હતી. તેમજ સ્કૂલમા ક્રાઇમ બ્રાન્ચના ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ સ્કવોડ સાથે તપાસ કરી હતી.

error: