Satya Tv News

ખારોલ ગામે તળાવમાંથી એક મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. PM રિપોર્ટમાં મૃતકના શરીર પર ગંભીર ઈજાઓ મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતદેહ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભીમથલ ગામના પ્રભાતભાઈ બારીયાનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતકના પરિવારજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે દક્ષાબેનને રામુ ગુપ્તા સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રભાતભાઈ તેમના સંબંધમાં આડખીલી રૂપ હતા. તેથી દક્ષા અને રામુએ પ્રભાતને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. રામુએ અમદાવાદમાં કામ કરતા ગણપતભાઈ નાનાભાઈ પટેલિયાને ₹50,000ની લાલચ આપી હત્યામાં સામેલ કર્યા હતા. ગણપતે તેના ગામના અશ્વિનકુમાર ગલાભાઈ પટેલિયા અને ગોપાલ કુમાર પટેલિયાનો સંપર્ક કરી સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હતો.

આરોપીઓએ પ્રભાતભાઈને ફોસલાવીને ખારોલ ગામની સીમમાં લાવ્યા હતા અને ત્યાં પાવડાના ઘા ઝીંકી અને ગળે ટૂંપો દઈ તેમની હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દીધી હતી. ૨૬ તારીખે ગામના સરપંચને લાશ દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે.પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ છે.

error: