Satya Tv News

અમદાવાદના નરોડા પોલીસે સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ કરી છે. આ કેસની વિગત એવી છે કે દુષ્કર્મથી પિડિત સગીરના પિતાએ 21 જાન્યુઆરીના રોજ નરોડા પોલીસ મથકે ફરિયાદ નાંધાવી હતી. જે અંતર્ગત પિડિતાના પડોશમાં રહેતા આરોપીએ તેની સાથે દુષ્કર્મ કર્યુ હતુ. આરોપીના મોટા ભાઈની પત્નીને ગાંઠનું ઓપરેશન કરાવ્યું હોઇ તેમણે પિડિતાની માતા પાસે પોતાના ઘર કામ માટે દિકરીને મોકલવા વિનંતી કરી હતી.સગીરા 10 જાન્યુઆરીના રોજ આરોપીના ઘરે ઘરકામ માટે ગઇ હતી, ત્યારે આરોપીના ભાભી બેઠક રૂમમાં સુતેલા હતા. આ સમયનો ફાયદો ઉઠાવી આરોપી સગીરાને બેડરૂમમાં લઇ ગયો હતો, અને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો. ઉતરાયણના દિવસે પિડિતા ઉદાસ રહેતાં તેના માતા પિતાએ પુછપરછ કરતાં આ સમગ્ર ઘટના સામે આવી હતી.

પોલીસે આ કેસમાં પોસ્કોનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ આદરી છે. પોતાની ભાભી બિમાર હોવાથી ઘરકામ માટે આવેલી સગીરાને આરોપીએ હવસનો શિકાર બનાવી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી લઇ તપાસ વધુ તેજ કરી છે.

error: