Satya Tv News

ભાગલપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કબ્રસ્તાનમાં કબરો ખોદીને હાડપિંજરના માથા ચોરાઈ રહ્યા છે. આ ઘટના બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે. આ સમગ્ર મામલો સંહૌલા પોલીસ સ્ટેશન વિસ્તારના અશરફનગરના કબ્રસ્તાન સાથે સંબંધિત છે. આશ્ચર્યજનક વાત એ છે કે કબ્રસ્તાનમાં મહિલાઓના મૃતદેહોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રવિવારે એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે મહિલાનું માથું ગુમ થયું હતું તેની ઓળખ મોહમ્મદ બદરુઝમાની માતા તરીકે થઈ છે. તેમને માત્ર 5 મહિના પહેલા જ દફનાવવામાં આવ્યા હતા.

આ કામ મોડી રાતના અંધારામાં કરવામાં આવે છે. પરંતુ અત્યાર સુધી આ ઘટનાને કોણ અંજામ આપી રહ્યું છે અને તે શું કરે છે તે અંગે કંઈ જાણી શકાયું નથી. ગામલોકોનું કહેવું છે કે કબર પાસે ફક્ત એટલું જ ખોદકામ કરવામાં આવે છે કે ફક્ત માથું જ બહાર કાઢી શકાય.ગ્રામજનોનો દાવો છે કે અત્યાર સુધીમાં અહીંથી પાંચ મૃતદેહોના માથા ગાયબ થયા છે. આ સમાચાર ફેલાતા જ ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા અને પોતાના સ્તરે આ મામલાની તપાસ શરૂ કરી. જોકે, આ ઘટના કોણ અંજામ આપી રહ્યું છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

error: