Satya Tv News

પુણેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વિદ્યાર્થીએ તેના મિત્રને સાથી વિદ્યાર્થીની પર બળાત્કાર અને હત્યા કરવાનો કરાર આપ્યો.અહેવાલ મુજબ, તેણે છોકરી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવા માટે 100 રૂપિયાની સોપારી આપી હતી. માહિતી અનુસાર દૌંડ તાલુકામાં સેન્ટ સેબેસ્ટિયન અંગ્રેજી શાળાના એક વિધાર્થીનીએ શિક્ષકને કહ્યું કે એક વિદ્યાર્થીએ તેના માતાપિતાની નકલી સહીઓ બનાવી છે.આ પછી, તે વિદ્યાર્થી ગુસ્સે ભરાયો અને બીજા વર્ગના વિદ્યાર્થીને 100 રૂપિયા આપ્યા અને તે વિદ્યાર્થિની સાથે બળાત્કાર કરીને હત્યા કરવાનું કહ્યું. શાળાના આચાર્ય અને શિક્ષકોએ શાળાની પ્રતિષ્ઠા બચાવવા માટે આ બાબતને દબાવવાનો પ્રયાસ કર્યો. જોકે, માહિતી મળ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પ્રિન્સિપાલ અને બે શિક્ષકોએ વિદ્યાર્થીને માનસિક રીતે હેરાન કર્યો અને તેનો અભ્યાસ બરબાદ કર્યો.

error: