યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂરકી સાથે એમઓયુ કર્યા
યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીએ શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા અને જ્ઞાન વહેંચણીને સરળ બનાવવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂરકી (IIT-R) સાથે સમજૂતી કરાર (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ-એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.
આ એમઓયુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને ડ્રોન ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા, મશીન લર્નિંગ અને પ્રક્રિયા સલામતી જેવા અત્યાધુનિક ક્ષેત્રોમાં વિશિષ્ટ ટૂંકા અભ્યાસક્રમોમાં ભાગ લેવાની તક પૂરી પાડશે તેમજ નવીનતા અને પરસ્પર સમજણને પણ પ્રોત્સાહન આપશે.
IIT રૂરકીના ડિરેક્ટર ડૉ. કે. કે. પંત અને યુપીએલ યુનિવર્સિટીના ડીન તેમજ અન્ય પ્રતિનિધિઓની માનનીય હાજરીમાં આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.