ગુજરાતમાં હાર્ટએટેકથી મૃત્યુ થવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. જો કે હવે નવયુવાનો બદલે આદેઢ વયના લોકો તેનો શિકાર થઇ રહ્યા છે. છેલ્લા 72 કલાકમાં રાજકોટમાં 7 લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા. જેમાં શહેરના 50 થી 60 વર્ષના લોકો હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યા.સમય આવી ગયો છે કે સરકાર હાર્ટ એટેક માટે હવે ગંભીરતાથી વિચારી લે. એવું ગુજરાતમાં પહેલા ક્યારેય બન્યુ નથી કે, ગુજરાતમાં લોકો જાહેરમાં આ રીતે ઢળી પડતા હોય. હાર્ટ એટેક કોઈ છુપી બીમારીની જેમ લોકોના હૃદય પર એટેક કરી રહ્યુ છે.જેમાં જીવ જતા વાર પણ નથી લાગતો. ગુજરાતીઓ માટે હાર્ટ એટેક કોરોના કરતા પણ જીવલેણ બની રહ્યો છે. કારણ કે કોરોનામાં લક્ષણો દેખાય છે અને સારવાર પણ શક્ય છે. પરંતું હાર્ટ એટેકમાં માણસનું ઢળી પડતા જ મોત થાય છે.
રાજકોટના જ 7 લોકો હાર્ટએટેકના કારણે મૃત્યુ પામ્યા હતા. જેમાં કોઠારિયા, ગાંધીગ્રામ વિસ્તારમાં, શાપર વેરાવળ, વેલનાથપરા વિસ્તારમાં હાર્ટએટેકથી મૃત્યુના કેસ થયા હતા. આ ઘટનામાં હાર્ટએટેકથી મોટાભાગે 50 થી 60 વર્ષીય લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.6 પુરુષ અને 1 મહિનાનું મૃત્યુ બિપીનભાઈ સિદ્ધપુરા ઉંમર વર્ષ 52 રિદ્ધિબેન ગંગલાણી ઉંમર વર્ષ 51 નારાયણભાઈ ઠુમ્મર ઉંમર વર્ષ 53 હરુભાઈ ભૂરીયા ઉંમર વર્ષ 55 શૈલેષભાઈ બારૈયા ઉંમર વર્ષ 35 બરકતભાઈ દોભાણી ઉંમર વર્ષ 56 રવીન્દ્રભાઇ બહેરા ઉંમર વર્ષ 54