Satya Tv News

સુરતના હજીરા પાસે ડમ્પર અને બસ વચ્ચે જે અકસ્માત સર્જાયો છે તેના જીવ અધ્ધર કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, એક સાયકલ ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો છે ત્યારે જ રસ્તા પરથી એક કાર પસાર થઈ રહી છે અને પાછળથી એક ડમ્પર પૂરઝડપે આવી રહ્યું છે. આ સમયે ડમ્પરનો ચાલક બંનેને બચાવવા જતા સામેથી આવી રહેલી બસ સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે, બસનો કાચ તૂટી જતા ત્રણ લોકો બહાર પટકાયા હતા. બસ અને ડમ્પર બંને પલટી ગયા હતા. અકસ્માતના કારણે રસ્તા પર લોકોમાં નાસભાગ મચી હતી.બસ અને ડમ્પર બને પલ્ટી મારી ગયા હતા. બસમાં 50 થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માતના પગલે 15 થી 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 8 જેટલી 108 મારફતે અને ખાનગી એમ્બ્યુલન્સ થી ઘાયલ ને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. બસમાં જે લોકો સવાર હતા તે નીયો સ્ટ્રક્ટો કંપનીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હતા જેઓ એએમએનએસ કંપનીમાં કામ માટે જતા હતા.

ડમ્પર ચાલક ઓવરટેક કરવા માટે ડમ્પર ચલાવી રહ્યો હતો તે દરમિયાન બે સાયકલ સવારો પસાર થઈ રહ્યા હતા તે અચાનક જોઈ જતા તેને બચાવવા જતા ડમ્પર બસ સાથે અથડાવી દીધું હતું. બસની વચ્ચોવચ ડમ્પર ધડાકાના કારણે બસ પલટી મારી ગઈ હતી અને આ સાથે જ ડમ્પર પણ પલટી મારી ગયું હતું. મેઇન રોડ પર જ અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. આ સાથે જ કંપનીની અન્ય બસમાંથી પણ કામદારો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા છે જેમાંથી એકનું મોત થઈ ચૂક્યું છે.

error: