જામનગર-ખંભાળિયા હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં 2 યુવકના મોત થયા છે. માહિતી અનુસાર, પડાણાથી જામનગર આવતા કાર, ટ્રક અને રીક્ષા વચ્ચે ટક્કર થતાં રીક્ષામાં સવાર બંને યુવકોના મોત થયા છે. ફૂલ સ્પીડમાં આવતી કાર બેકાબૂ થતા કારે રીક્ષાને અડફેટે લેતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જામનગર-ખંભાળિયા હાઈવે પર અકસ્માતમાં બે યુવકોના મૃત્યુ થતા બંનેના પરિવારમાં ભારે માતમ છવાયો છે. આ સમગ્ર મામલે મેઘપર-પડાણા પોલીસ તપાસ કરી રહી છે.
આ અકસ્માતના સામે આવેલા સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે ત્રણેય વાહનોની ટક્કર એટલી ભયંકર થઈ કે ત્રણેય વાહનો એકબીજા સાથે ધડાકાભેર ટકરાયા, જેમાં કેરિયર રિક્ષાનું પડીકું વળી ગયું. રિક્ષામાં સવાર બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા, જેમને 108 એમ્બ્યુન્સ દ્વારા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. નહીં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ અકસ્માત અંગે ફરિયાદ નોંધીને આગાલની કાર્યવાહી હાથ ધરી છે.