અમેરિકાથી અમને ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે, તેનો અમને કોઈજ ખ્યાલ નહોતો. અમને લાગ્યું કે બીજા કોઈ ડિટેન્શન સેન્ટરમાં ખસેડવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં તો વોશરૂમ જવાની વિનંતી કરી તો પણ અમને ધમકાવીને એક જ જગ્યાએ બેસવાની સૂચના આપી દેવામાં આવી હતી. આખરે મુસાફરીના શરૂ થયાના થોડા કલાક બાદ અમને વોશરૂમ જવાની છૂટ આપવામાં આવી હતી.ભોજન પણ હથકડી પહેરેલા હાથે જ લેવું પડ્યું હતુંય અમેરિકા અને ભારત વચ્ટે વિમાન 4 વખત ઈંધણ પૂરાવવા ઊભું રહ્યું હતું, અનેક સ્વપ્ન અને ગાંઠના પૈસા ખર્ચીને અમેરિકા પહોંચેલા અનેક લોકોની આંખોમાં સતત આંસુ હતા.
અમેરિકામાંથી ગેરકાયદેસર ઘૂસેલા ભારતીયોની વતન વાપસીની શરૂઆત થઈ ગઈ છે. જે ભારતીયોની વતન વાપસી કરવામાં આવી છે, તેમાંથી મોટાભાગનાએ ડન્કી રૂટથી ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. જેના માટે તેમણે 40 લાખ સુધીનો પણ ખર્ચે કર્યા હતા.