01
વડોદરા તરફથી આવતી કારના ચાલકે કાર આઇસર ટ્રક ની પાછળ ઘુસાડી દીધી.. આ ઘટનામાં અમદાવાદના શાહીબાગના દંપતી વિશાલ ગણપતલાલ જૈન અને પત્ની ઉષાબેનનું મોત થયું
02
સુરતમાં વધુ એક ત્રિપલ અકસ્માતની ઘટનાઘટી હતી. 2 કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નહિ
03
વલસાડના તિથલ રોડ પર અકસ્માત સરદાર હાઈટસ ક્રોસિંગ પર કાર અને મોપેડનો અકસ્માત સર્જાયો હતો. ટર્ન લેતી કાર સાથે મોપેડ અથડાયું હતું. આ ઘટનામાં મોપેડ સવારને ઇજા પહોંચી છે.
04
કચ્છના ભીમાસર ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં બે ના મોત થયા.જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઇ છે
05
અરવલ્લીના બાયડમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. ટ્રકચાલક રિક્ષાને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો..આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે.
06
કેશોદના અગતરાય રોડ પર એસટી બસ અને બાઈક સામ-સામે અથડાતા અકસ્માત સર્જાયો,, જેમાં બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
07
રાજકોટમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું. અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી હતી
08
સાબરકાંઠાના ઇડર-વિજયનગર હાઈવે પર અકસ્માતકડિયાદરા નદીના પુલ પર કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર પુલના ડીવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું જ્યારે 3 ઇજાગ્રસ્ત થયા