![](https://satyatvnews.com/storage/2025/02/image-23.png)
અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48 નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં મોડીરાત્રે લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતાં હોવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં અંકલેશ્વર DPMCના ત્રણ ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગ આસપાસના ગોડાઉનમાં પ્રસરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. નોટીફાઇડ એરિયા ઓથોરિટીના પાંચ ફાયર ટેન્ડરની મદદથી મોડીરાત્રે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
તપાસમાં ગંભીર બાબતો સામે આવી કે, ગોડાઉન પાસે ફાયર NOC કે આગ બુઝાવવાના કોઈ સાધનો નહોતા. વધુમાં, સંચાલકો ગેરકાયદેસર રીતે રાસાયણિક કચરાનો સંગ્રહ કરતા હતા. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ગોડાઉન સંચાલકોએ ફાયર કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરતાં પોલીસને બોલાવવી પડી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે અને સંબંધિત સંચાલકોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવશે.