Satya Tv News

પ્રયાગરાજથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસ NH-30 પર સિહોરા પાસે એક ટ્રક સાથે ટકરાઇ હતી જેમાં સાત લોકોના મોત થયા છે. દુર્ઘટના સવારે 9.15 વાગ્યે મોહલા-બરગી પાસે બની હતી. બનાવની જાણ થતા જ કલેક્ટર અને એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.મહાકુંભમાં પાંચમું માઘી પૂર્ણિમા સ્નાન 12 ફેબ્રુઆરીએ થશે. આવી સ્થિતિમાં સીએમ યોગી આદિત્યનાથે ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવા સૂચના આપી છે. છેલ્લા ત્રણ દિવસથી માર્ગો પર ભારે ટ્રાફિક જામ છે. લોકો કલાકો સુધી રસ્તા પર ફસાયેલા રહે છે. આમ છતાં મહાકુંભ નગરમાં લોકોના પહોંચવાની પ્રક્રિયા ચાલુ જ છે. મહાકુંભમાં દરરોજ સરેરાશ 1.44 કરોડ લોકો સ્નાન કરે છે.

error: