Satya Tv News

નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ ટ્રાંફિક માં વધારો થયો છે ત્યારે ઘણી વાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે આવી જ એક ઘટના ફરી એકવાર દેવલ્યા ગામ નજીક બની છે. આ ઘટનાની વિગતે વાત કરીએ તો જામ નગર જિલ્લાના સનાલા ગામના રહેવાસી વૈભવ સંગાણી પોતાના કબજા ની GJ 03 MB 3792 નંબર ની ફોર વિલ ગાડી લઈ દારૂ પીધેલી હાલતમાં ગરૂડેશ્વર તરફ થી આવતા દેવલીયા નિશાળ ફરયા આવતા અચાનક ગાડીના સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા ફોરવિલ ગાડી રોડની સાઈડમાં આવેલી ચા નાસ્તા ની કેબિન અને એક મોટરસાયકલ સાથે અથડાતા હિટ એન્ડ રન ની ઘટના બની છે.આ અકસ્માતમાં કેબિન પાસે ઉભેલા સુભાસ ભીલ ને નાની મોટી ઇજા પહોંચી છે તથા ગાડી માં બેઠેલા મિલનભાઈ સાંગણી ને પગમાં ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે સાથે ફોરવિલ ગાડી માં નુકશાન થયું છે અને રોડની સાઈડમાં ઊભેલી કેબિન અને મોટરસાયકલનો પણ કચ્ચરઘાણ થવા પામ્યો છે અકસ્માત ને પગલે ઘટના સ્થળ પર લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ મુદ્દાની વાત તો એ છે કે ગાડી ચાલક અને એની સાથે ગાડી માં સવાર અન્ય એક ઇસમ દારૂ ના નશામાં હતા જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો

error: