ભારતે પાકિસ્તાનની ટીમને ચેમ્પિયન ટ્રોફીમાં હરાવતા સમગ્ર દેશમાં જાણે જશ્નનો માહોલ છવાયો હોય તેમ લોકો જાહેર માર્ગો પર આવીને ભારતની જીતની ઉજવણી કરી હતી. ભરૂચ શહેરના પાંચબત્તી ખાતે પણ મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉમટી પડી ઢોલ અને નગારા સાથે જીતની ઉજવણી કરી હતી. દુબઈમાં આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે પાકિસ્તાનને હરાવીને 242 રનોના લક્ષ્યને 42.3 ઓવરમાં 244 રન બનાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો.ભારતે પાકિસ્તાનને હરાવતા જ દેશમાં જાણે જશ્ન અને દિવાળી જેવા માહોલ સર્જાયો હતો. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને હરાવતા જ લોકો હાથોમાં ભારત દેશના તિરંગા સાથે પોતાના ઘરોની બહાર નિકળી આવ્યા ભવ્ય ઉજવણી કરી હતી.લોકો ઢોલ નગારા સાથે શહેરના હાર્ડ સામાન પાંચબત્તી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડી ભારતની જીતની ભવ્ય ઉજવણી કરી હતી.ક્રિકેટ ચાહકો દ્વારા તહેવારની જેમ ઉજવણી કરવામાં આવી હતી,જેમાં લોકો ખુશીમાં નાચતા કુદતા ફટાકડાં ફોડતા નજરે પડ્યા હતા.જેના કારણે પાંચબત્તી પર મોટી સંખ્યામાં ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે સ્થાનીક પોલીસનો સ્ટાફ પણ દોડી આવી પોતાની ફરજ નિભાવી હતી.
વીડિયો જર્નાલીસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ