
કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પર રોહિત શર્માને ટેગ કરતાં તેના હેલ્થને લઈને અમુક વાતો કરી હતી. આ કમેન્ટને લઈને ભાજપ નેતાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં છે.ભાજપ નેતા રાધિકા ખેડાએ કહ્યું, ‘કોંગ્રેસ પ્રવક્તાએ રોહિત શર્માનું બોડી શેમિંગ કર્યું, જે દુ:સાહસ છે. આ તે કોંગ્રેસ છે, જેણે દાયકા સુધી એથલીટ્સને અપમાનિત કર્યા, તેમને ઓળખ આપી નહીં અને હવે એક ક્રિકેટ દિગ્ગજની મજાક ઉડાવવાની હિંમત કરી રહી છે? ભાઈ-ભત્રીજાવાદ પર પલનારી પાર્ટી એક સેલ્ફ-મેડ ચેમ્પિયનને ઉપદેશ આપી રહી છે?
કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, ‘રોહિત એક ખેલાડી તરીકે જાડિયો છે. વજન ઘટાડવાની જરૂર છે. અને હાં, ભારતનો અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક કેપ્ટન.’