Satya Tv News


ભરૂચ નર્મદા નદી પર આવેલો નર્મદા મૈયા બ્રિજ જાણે સુસાઇડ પોઇન્ટ બની ગયો હોય તેમ અનેક લોકો ત્યાંથી મોતની છલાંગ લગાવે છે.આજે 5 મી માર્ચના રોજ પણ એક સુરત માંડવી બસની ટિકિટ લઈને આવેલી એક મહિલાએ નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે તે પાણી ગરક થઈ જતાં જેની જાણ સ્થાનિકોએ સામજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરતાં તેઓએ પોલીસને જાણ કરીને સ્થાનિક નાવિકો નાવડીની મદદથી નર્મદા નદીમાં મહીલાની શોધખોળ આરંભી છે. ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ આત્મહત્યાના કેસોને કારણે ચર્ચામાં રહે છે. અહીંથી અનેક લોકો નદીમાં કૂદીને આત્મહત્યા કરે છે.

error: