Satya Tv News

રાજ્યમાં આજે દુખદ ઘટનાઓ સર્જાઇ હતી. જેમાં સિરોહી-આબુરોડ નેશનલ હાઇવે 27 પર અને ધાંગ્રધ્રા હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા.સુરેન્દ્રનગર નજીક ધાંગ્રધા હાઇવે પર ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકના મોત નિપજ્યા હતા. ત્યારે ઘટનાને લઇ તંત્રએ કામગીરી આદરી હતી. જ્યારે બીજી તરફ સિરોહી-આબુરોડ હાઇવે પર દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી જાલોર થઇ રહેલી કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં એક જ પરિવારના 6 સભ્યોને કાળ ભરખી ગયો હતો. લોકોના જણાવ્યા મુજબ અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર વાગતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માતની જાણ થતાં સિરોહી પોલીસની ટીમ ઘટસ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ એક મહિલાને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડી હતી. જ્યારે મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે આબુરોડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

error: