નર્મદા નદીમાંમોતની છલાંગ લગાવનાર મહિલાના કોઈ સગડ હજુ સુધી મળ્યા નથી. મૃતક મહિલાના પર્સ અને ચાવીના આધારે પરિવારે ઓળખ કરતાં તે સુરતના અડાજણમાં રહેતી 57 વર્ષીય પ્રિતિ પારેખ હોવાની વિગતો સામે આવી છે. બે દિવસ પહેલાં એક મહિલાને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં કૂદકો મારી લીધો હતો. સ્થળ પરથી તેનું પાકિટ અને માંડવીથી સુરતની એસટી બસની ટિકીટ મળી હતી. પોલીસની તપાસમાં મહિલાની ઓળખ અડાજણમાં રહેતાં 57 વર્ષીય પ્રિતિ જયેશ પારીખ તરીકે થઇ હતી. પર્સ અને ઘરની ચાવીના આધારે પરિવારે તેની ઓળખ કરી હતી. મહિલાએ કેમ છલાંગ લગાવી તે હજી સુધી બહાર આવી શકયું નથી. સ્થાનિક નાવિકો અને પાલિકાની ટીમ 36 કલાકથી શોધખોળ કરી રહી હોવા છતાં તેનો કોઇ પતો લાગ્યો નથી. હજી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.